Hymn No. 1116 | Date: 01-Jan-1988
|
|
Text Size |
 |
 |
ક્યાં લગી તડપાવીશ, તું મને રે માવડી, ક્યાં લગી
Kya Lagi Tadpavish, Tu Mane Re Mavdi, Kya Lagi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
ક્યાં લગી તડપાવીશ, તું મને રે માવડી, ક્યાં લગી વહેતાં આંસુ નયનોથી, ગયા છે હવે સુકાઈ, ક્યાં લગી જોઈ જોઈ વાટડી, વીતી છે કંઈક રાતડી, ક્યાં લગી શ્વાસો તો મારા, લાગે છે હવે આકરા, ક્યાં લગી ક્ષણે ક્ષણે રે માડી, વ્યાકુળતા બહુ વધતી, ક્યાં લગી ખાવા પીવામાં મનડું ના લાગે હવે તો માડી, ક્યાં લગી યુગો યુગો જેવી લાગે હર ક્ષણ તો માવડી, ક્યાં લગી દઈ ઝાંખી ઓઝલ થઈ કાં જાતી, માવડી, ક્યાં લગી સત્કારવા બન્યા છે, નયનો આતુર રે માવડી, ક્યાં લગી હતાશ હવે ના કરીશ, તૂટી જાશે હૈયું મારું માવડી, ક્યાં લગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|