Hymn No. 1118 | Date: 02-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-02
1988-01-02
1988-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12607
ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાવું રે, માડી તારા ગુણલા ગાવું રે
ભાવભરી હું તારા પ્રેમે ગુણલા ગાવું રે, માડી તારા ગુણલા ગાવું રે ગુણલે ગુણલે જાઉં વારી, અશ્રુ નયનોથી વહાવું રે, માડી તારા ગુણલા ગાવું રે સાન ભાન હું તો જાઉં ભૂલી, સૂઝે ન બીજું કાંઈ રે, માડી તારા ગુણલા ગાવું રે પડતી દૃષ્ટિ જ્યાં જ્યાં માડી, અણસાર તારો પામું, માડી તારા ગુણલા ગાવું રે સ્વાદ સંસારના ફીકાં લાગે, રસપાન તારું જ્યાં પામું, માડી તારા ગુણલા ગાવું રે સમય રહે વીતતો કેમ વીતે ના સમજાયે, માડી તારા ગુણલા ગાવું રે વિસરાઈ જવાયે બીજું બધું, આવે આંખ સામે મુખડું તારું, માડી તારા ગુણલા ગાવું રે આંખમાં તારી ઊંડાણ એવું, તળ ના દેખાયે એનું, માડી તારા ગુણલા ગાવું રે ઊતર્યો ઊંડો એમાં માડી, ક્યાં છું એ ના સમજાય, માડી તારા ગુણલા ગાવું રે જગ અનોખું જાગી જાયે, બીજું બધું વિસરાયું, માડી તારા ગુણલા ગાવું રે ઉતરતા ઊંડે, અહં હૈયાનું, ગયું ઓગળી, માડી તારા ગુણલા ગાવું રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav bhari hu taara preme gunala gavum re, maadi taara gunala gavum re
gunale gunale jau vari, ashru nayanothi vahavum re, maadi taara gunala gavum re
sana bhaan hu to jau bhuli, suje na biju kai re, maadi taara gunala gavum re
padati drish maadi, anasara taaro pamum, maadi taara gunala gavum re
swadh sansar na phikam lage, rasapana taaru jya pamum, maadi taara gunala gavum re
samay rahe vitato kem vite na samajaye, maadi taara gunala gavum re
visaraai javaye same biju an badhum, aave maadi taara gunala gavum re
aankh maa taari undana evum, taal na dekhaye enum, maadi taara gunala gavum re
utaryo undo ema maadi, kya chu e na samajaya, maadi taara gunala gavum re
jaag anokhu jaagi jaye, biju badhu visarayum, maadi taara gunala gavum re
utarata unde, aham haiyanum, gayu ogali, maadi taara gunala gavum re
Explanation in English
In this Gujarati prayer bhajan, he is singing praises of Divine Mother with all his emotions and devotion.
He is praying...
With emotions of devotion and love for you, I sing in the glory of you, O Divine Mother, I sing in the glory of your virtues.
I feel so emotional with every virtues of yours, that tears are rolling down my eyes, O Divine Mother, I sing in the glory of your virtues.
I lose all my consciousness, I cannot think of anything else, O Divine Mother, I sing in the glory of your virtues.
Wherever I see, I feel your presence, O Divine Mother, I sing in the glory of your virtues.
The taste of this worldly matters feel tasteless, as I drink your nectar, O Divine Mother, I sing in the glory of your virtues.
Time keeps passing, how it is passed that I cannot understand, O Divine Mother, I sing in the glory of your virtues.
I forget about everything else, I see only your face in front of my eyes, O Divine Mother, I sing in the glory of your virtues.
There is so much depth in your eyes that I cannot even see the bottom, O Divine Mother, I sing in the glory of your virtues.
When I go down deeper in your eyes, Mother, where I am that I cannot understand, O Divine Mother, I sing in the glory of your virtues.
This unique world wakes up to your glory, everything else is forgotten, O Divine Mother, I sing in the glory of your virtues.
As I go deeper into you, the ego of mine just keeps melting, O Divine Mother, I sing in the glory of your virtues.
Kaka (Satguru Devendra Ghia) is experiencing complete oneness with Divine Mother. This bhajan expresses Kaka’s merging into Divine Mother.
|