ચૂંદડી રે, હો ચૂંદડી રે
માડી તારી અનોખી ચૂંદડી આકાશે તો ફરફરે
વાયુ એને વીંઝણા નાખે રે, વીંઝણા નાખે રે - માડી...
તારલિયાની અનોખી ભાતે, એ તો ચમકે રે - માડી...
જગ સારાને એ તો સમાવે રે, સમાવે રે - માડી...
ઉષા ને સંધ્યા, રંગ અનોખા એમાં પૂરે રે - માડી...
એના અનોખા તેજે, હૈયાં સહુના હરખે રે - માડી...
દેવ, દાનવ ને માનવ, સહુ એને નીરખે રે - માડી...
નોરતાંની રાતમાં, અનોખી એ તો ઓપે રે - માડી..
સૂર્ય-ચંદ્ર અનોખા તેજે, એને ચમકાવે રે - માડી...
નિરખી, સમાવે હૈયે, દુઃખ એનાં ભાંગે રે - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)