Hymn No. 1125 | Date: 08-Jan-1988
|
|
Text Size |
 |
 |
મનમાં ન આવે ચિત્તમાં ન આવે, બનતાં એવું કંઈક દેખાય તારી શક્તિનો રે માડી, ત્યારે તો ખ્યાલ આવી જાય નાનકડાં બીજમાંથી, વિશાળ વૃક્ષ તો જ્યાં સરજાય - તારી... નાના એવા બીજમાંથી, સુંદર માનવ તો જ્યાં સરજાય - તારી ... વિશાળ તારા, આધાર વિના આકાશે તો જ્યાં ફરતા દેખાય - તારી ... સમસ્ત ધરતી, સૂર્ય પ્રકાશે તો પ્રકાશ પામતી જાય - તારી ... અખૂટ સાગરમાં, અદ્રશ્ય હાથે, ભરતી ઓટ કરતી જાય - તારી ... શક્તિશાળી માંધાતાઓના હાથ તો હેઠા પડતા દેખાય - તારી ... મારણ ને વળી એના તારણ, જગમાં તો મળી જાય - તારી ... ખારા પાટમાં પણ, મીઠાં વીરડા પણ મળી જાય - તારી ... યોગ્યતા વિનાના પાત્રમાં, યોગ્યતા આવતી દેખાય - તારી ... મૂંગાઓ કંઈકને તો માડી, બોલતા કરતી દેખાય - તારી ... આંધળાઓને પણ માડી, તારી કૃપા દેખતા કરતી જાય - તારી ... પાંગળાઓને પણ જ્યાં તું, ડુંગરા ચડાવતી જાય - તારી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|