કર્મના બીજને ભક્તિમાં ભીંજવી, દેજે જીવનમાં વાવી
કામ-ક્રોધના શ્વાસને, વૈરાગ્યથી દેજે સદાય બાળી
લોભ-લાલચ કેરા જૂઠા શ્વાસને, દેજે સદાય કાઢી
સદાય એમાં તો દેજે પ્રેમજળને તો સીંચી
આફતો, નિરાશા કેરા તાપને તો સદાય લેજે ગ્રહી
વિશ્વાસ કેરો છાંયડો દેજે, એની ઉપર સદાય બાંધી
સત્સંગરૂપી ખાતર તો, એમાં દેજે સદાય તો નાખી
વાસનાનું નિરામણ કરી, લાલચને તો દેજે ત્યાગી
સુંદર પાક કાજે ધીરજ તું જોજે, અવિશ્વાસ હૈયેથી દેજે કાઢી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)