જીવનના હર વળાંક પર, જીવનને વળાંક સાચો આપજે
માયા ને મમતાના ખેંચાણમાં, નિર્ણય સાચો રાખજે - વળાંક સાચો આપજે
બાળપણથી યુવાન થાતાં, વળાંક તો કંઈક આવે - વળાંક સાચો આપજે
વાસનામાં ઘેરાતાં, સ્થિરતા એમાં રાખજે - વળાંક સાચો આપજે
કામ-ક્રોધ જાગે જ્યારે, સમતુલા ત્યારે રાખજે - વળાંક સાચો આપજે
સાચા-ખોટા નિર્ણય લેતા, એક વાર તો વિચારજે - વળાંક સાચો આપજે
સંચયકાળે સંચય કરજે, શક્તિ ના વેડફી નાખજે - વળાંક સાચો આપજે
વારંવાર માનવદેહની, આશા તો તું ના રાખજે - વળાંક સાચો આપજે
અહંને તો સદા ત્યાગી, મુક્ત નિર્ણય રાખજે - વળાંક સાચો આપજે
શરીર પર કાબૂ છે ત્યાં, ઉપયોગ સાચો કરજે - વળાંક સાચો આપજે
મનને આદત સાચી પાડી, મનને સદાય નાથજે - વળાંક સાચો આપજે
ના મળે ભૂલ જો તારી, દોષ બીજાનો ના કાઢજે - વળાંક સાચો આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)