1988-01-22
1988-01-22
1988-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12632
ભક્તિ કેરું પુષ્પ, હૈયે ખીલ્યું ન ખીલ્યું
ભક્તિ કેરું પુષ્પ, હૈયે ખીલ્યું ન ખીલ્યું
માયાના વંટોળમાં એ મૂરઝાઈ ગયું
પ્રેમનો અંકુર હૈયે ફૂટ્યો ન ફૂટ્યો
ક્રોધના તાપમાં એ સુકાઈ ગયો
કરજે નવપલ્લવિત એને, પાઈને તારી કૃપાનું બિંદુ
માડી તારી પાસે એ જ માગું, છે તું તો કૃપાનો સિંધુ
વિકટ પરિસ્થિતિ આવે જીવનમાં, સુખ માગે મારું હૈયું
માડી તારી પાસે એ જ માગું, છે તું તો સુખનો સિંધુ
કદી અકળાઉં, કદી મૂંઝાઉં, માગું તારા તેજનું બિંદુ
માડી તારી પાસે એ જ માગું, છે તું તો તેજનો સિંધુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભક્તિ કેરું પુષ્પ, હૈયે ખીલ્યું ન ખીલ્યું
માયાના વંટોળમાં એ મૂરઝાઈ ગયું
પ્રેમનો અંકુર હૈયે ફૂટ્યો ન ફૂટ્યો
ક્રોધના તાપમાં એ સુકાઈ ગયો
કરજે નવપલ્લવિત એને, પાઈને તારી કૃપાનું બિંદુ
માડી તારી પાસે એ જ માગું, છે તું તો કૃપાનો સિંધુ
વિકટ પરિસ્થિતિ આવે જીવનમાં, સુખ માગે મારું હૈયું
માડી તારી પાસે એ જ માગું, છે તું તો સુખનો સિંધુ
કદી અકળાઉં, કદી મૂંઝાઉં, માગું તારા તેજનું બિંદુ
માડી તારી પાસે એ જ માગું, છે તું તો તેજનો સિંધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhakti kēruṁ puṣpa, haiyē khīlyuṁ na khīlyuṁ
māyānā vaṁṭōlamāṁ ē mūrajhāī gayuṁ
prēmanō aṁkura haiyē phūṭyō na phūṭyō
krōdhanā tāpamāṁ ē sukāī gayō
karajē navapallavita ēnē, pāīnē tārī kr̥pānuṁ biṁdu
māḍī tārī pāsē ē ja māguṁ, chē tuṁ tō kr̥pānō siṁdhu
vikaṭa paristhiti āvē jīvanamāṁ, sukha māgē māruṁ haiyuṁ
māḍī tārī pāsē ē ja māguṁ, chē tuṁ tō sukhanō siṁdhu
kadī akalāuṁ, kadī mūṁjhāuṁ, māguṁ tārā tējanuṁ biṁdu
māḍī tārī pāsē ē ja māguṁ, chē tuṁ tō tējanō siṁdhu
English Explanation |
|
In this Gujarati prayer bhajan,
He is praying...
Devotion filled flower, before it bloomed, it got withered in the stormy illusion.
Before sprouting of love in the heart, it dried up in the heat of anger.
Please make it thrive again with the drops of your grace,
O Divine Mother, I ask you for your grace, you are an ocean of grace.
When grim situations arise in life, my heart looks for happiness,
O Divine Mother, I ask you for happiness, you are an ocean of happiness.
Sometimes, I get frustrated, sometimes, I get confused, I ask you for ray of light,
O Divine Mother, I ask you for your light, you are an ocean of light.
Kaka is praying for Divine Mother’s grace, guidance and happiness in his life.
|