માટીમાંથી માનવ જન્મ્યો, છે સંબંધ માટીથી પાકો
માનવને તો અન્ન પોષે, માટીમાંથી એ તો પામે
સોના-ચાંદી-હીરા પણ, માટીમાંથી તો એ પામે
રસોઈ વગેરે બળતણ કાષ્ઠમાંથી, માટીમાંથી પામે
આધુનિક બળતણો પણ, માટી તો એને આપે
રહેઠાણ કાજે ઇંટો પણ, માટીમાંથી એ બનાવે
માટીમાંથી વહે જળનાં ઝરણાં, તૃષા એ સંતોષે
ઓસડિયાં દવાનાં મળે માટીમાંથી, રોગ એ સમાવે
છોડતાં જગ માટી ના છોડે, માટીમાં કંઈકને એ દાટે
અંતિમ વિરામ માનવનો છે, માટીમાં સંબંધ છે પાકો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)