Hymn No. 1157 | Date: 03-Feb-1988
|
|
Text Size |
 |
 |
કરતા કર્મો કોઈ જોવે નહિ, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે
Karta Karmo Koi Jove Nahi, Koi Hastu Rahe, Koi Radtu Rahe
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
કરતા કર્મો કોઈ જોવે નહિ, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ દમન કરે, કોઈ સહન કરે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ અપમાન કરે, કોઈ અપમાન સહે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ સુકૃત્યે રાચે, કોઈ દુષ્કૃત્યે મહાલે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈની આશ ફળે, કોઈની આશ તૂટે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ સફળ બને, કોઈ નિષ્ફળ બને, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ ચંચળ રહે, કોઈ સ્થિર બને, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ દાનવ બને, કોઈ દેવ બને, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ જગમાં પ્રવેશે, કોઈ વિદાય લે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ માન પામે, કોઈ અપમાન સહે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈનો સૂરજ ઉગે, કોઈનો સૂરજ આથમે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે કોઈ જાગતું રહે, કોઈ સૂતું રહે, કોઈ હસતું રહે, કોઈ રડતું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|