જગના ખૂણે-ખૂણે દીવડા ‘મા’ ના તો ઝગમગે
પ્રકાશે તો જગ એનાથી રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
જડને પણ ચેતન બનાવે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
શ્યામમાં પણ સુંદરતા બક્ષે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
વામનને પણ વિરાટ બનાવે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
મૂંગાને પણ વાચાળ બનાવે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
સ્પર્શે-સ્પર્શે ચેતન રણઝણે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
નિસ્તેજ નયનોમાં તેજ પૂરે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
ના ઝગમગે, ના કદી બુઝાયે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
તેજથી સદા ભરપૂર રહે રે, દીવડા ‘મા’ ના તો ઝગમગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)