લોભની જ્વાળા હૈયે ઊઠી, લાલસાઓ મજબૂર બની
દ્વાર પ્રભુના પ્રેમનાં ત્યાં તો બંધ થયાં
ક્રોધની જ્વાળા હૈયે ભભૂકી, ઈર્ષ્યાની ચિનાગરી અડી - દ્વાર...
પાપની વૃત્તિ જ્યાં હૈયે જાગી, સંમતિ મનની ભેગી મળી - દ્વાર...
માયા જગની જ્યાં જાગી, શક્યા જો એને ના ટાળી - દ્વાર...
ભેદ પ્રભુના જો ના કળાયા, ભેદ હૈયેથી ના હટ્યા - દ્વાર...
કામના, વાસના હૈયે ભર્યાં, વિવેક જ્યાં વીસરી ગયા - દ્વાર...
કર્મો તો સદા થાતાં રહ્યાં, અહંમાં હૈયાં ડૂબી ગયાં - દ્વાર...
સફળતાએ જ્યાં ફુલાઈ ગયા, સ્મરણ પ્રભુનાં ચૂકી ગયાં - દ્વાર...
જગની જંજાળે ગૂંથાઈ ગયા, લક્ષ્ય તો ત્યાં ચૂકી ગયાં - દ્વાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)