સર્વશક્તિમાન પ્રભુને હૈયામાં ભજી, હૈયે નનૈયો ના ભણજે
કરુણાસાગરની કરુણા વીસરીને, હૈયે નનૈયો ના ભણજે
રાખે છે હૈયે જ્યાં તું એમાં વિશ્વાસ, હૈયે નનૈયો ના ભણજે
ઉતાર્યા છે એણે કંઈકને તો પાર, હૈયે નનૈયો ના ભણજે
અશક્ય તો નથી એની પાસે કાંઈ, હૈયે નનૈયો ના ભણજે
જાણે છે એ તારી રજેરજની વાત, હૈયે નનૈયો ના ભણજે
એની બુદ્ધિ તોલે તો ન આવે કાંઈ, હૈયે નનૈયો ના ભણજે
છે એ તો સદા કૃપાનિધાન, હૈયે નનૈયો ના ભણજે
સર્વ શંકા સમાવી, કરજે શંકાનું સમાધાન, હૈયે નનૈયો ના ભણજે
છે એ એક જ પૂર્ણતાના પહાડ, હૈયે નનૈયો ના ભણજે
છે એ સદાય જાગ્રત, કરે બાળને માફ, હૈયે નનૈયો ના ભણજે
નથી એની પાસે તો કંઈ અજાણ, હૈયે નનૈયો ના ભણજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)