મન વિચાર ને વાણીનો, મેળ સાધી રાખ તારે હાથ
ન માગતાં પણ મળી જશે, તને વિશ્વપતિનો સાથ
શક્તિનો ત્યાં સંચય થાશે, મળશે દિશા એને જ્યાં
અશક્ય પણ શક્ય બનશે, ધાર્યું થાશે તો ત્યાં
અટવાશે જો વૃત્તિ કેરા નાચમાં, વળશે ના ભલીવાર
તણાશે જો એમાં, બનશે નીકળવું મુશ્કેલ એમાંથી બહાર
દિવસ છે હાથમાં કેટલા, નથી કોઈ એની તને જાણ
પળ વેડફવી પાલવે નહિ, કરી લે ઉપયોગ છે જ્યાં પ્રાણ
કર વિચાર શું કરવું તારે, કર ના તું બીજો વિચાર
પ્રગતિ પંથે ચડતો જશે, છે એ તો એનો આધાર
આચાર વિનાનો વિચાર, હણશે શક્તિ અપાર
વિચાર-આચારને લઈ કાબૂમાં, બાજી તારી સુધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)