આવન ને જાવન તો જગમાં ચાલે, કોઈ આજ આવે, કોઈ કાલ આવે
ના કોઈ રહે જગમાં તો સદાય, કોઈ આજ જાયે, કોઈ કાલ જાયે
રમતાં-રમતાં દિન વીતે, ને નીંદમાં રાત વીતે તો સદાય
સમય તો આમ ચાલ્યો જાયે, એ તો ના સમજાયે
સુખના પણ દિન વીતે, ને દુઃખના પણ વીતતા જાયે
શ્વાસ હજી ખાધો ન ખાધો, ત્યાં તો જમનું તેડું આવે
કંઈકને જાતા તો જુએ, ને કંઈકને તો પોતે વળાવે
દિન તો પોતાનો જાવાનો, ત્યાં તો ચાલ્યો આવે
હસતા રહે કોઈ રડતા રહે, જીવન જેવું જે વિતાવે
હાથની બાજી ભૂલીને, દૃષ્ટિ બીજાની સામે રાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)