Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1183 | Date: 20-Feb-1988
ભમી ભમીને માયામાં જ્યારે, મનડું તો કંટાળે
Bhamī bhamīnē māyāmāṁ jyārē, manaḍuṁ tō kaṁṭālē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1183 | Date: 20-Feb-1988

ભમી ભમીને માયામાં જ્યારે, મનડું તો કંટાળે

  No Audio

bhamī bhamīnē māyāmāṁ jyārē, manaḍuṁ tō kaṁṭālē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-02-20 1988-02-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12672 ભમી ભમીને માયામાં જ્યારે, મનડું તો કંટાળે ભમી ભમીને માયામાં જ્યારે, મનડું તો કંટાળે

શાશ્વતતા ચરણમાં, એ તો ત્યારે દોડી જાયે

સંસારતાપના તાપ સહન કરતાં, માનવ જ્યારે થાકે - શાશ્વતતા...

કિસ્મતના ઘા આકરા, હૈયે જ્યારે એવા વાગે - શાશ્વતતા...

ગણ્યા જેને હૈયેથી અનેરા, ત્યાંથી દગા જ્યારે પામે - શાશ્વતતા...

પ્રેમ દેતાં, પ્રેમ ન મળતાં, નિરાશા પ્રેમમાં જ્યાં જાગે - શાશ્વતતા...

કરી તનતોડ યત્નો, નિષ્ફળતા જ્યાં સત્કારે - શાશ્વતતા...

દુઃખના ડુંગર કરી સહન, હૈયું મૂંગું રડવા લાગે - શાશ્વતતા...

નસીબથી ઘેરાયેલાં નર-નારી, નસીબથી જ્યારે કંટાળે - શાશ્વતતા...

સુખનો ખૂબ ઉપભોગ કરીને, સુખના ઊબકા આવે - શાશ્વતતા...

વારે ઘડીએ અપમાન થાતાં, મજબૂરી બોલવા લાગે - શાશ્વતતા...

હૈયે જ્યારે તડપન સાચી, તડપન જો ના સહેવાયે - શાશ્વતતા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhamī bhamīnē māyāmāṁ jyārē, manaḍuṁ tō kaṁṭālē

śāśvatatā caraṇamāṁ, ē tō tyārē dōḍī jāyē

saṁsāratāpanā tāpa sahana karatāṁ, mānava jyārē thākē - śāśvatatā...

kismatanā ghā ākarā, haiyē jyārē ēvā vāgē - śāśvatatā...

gaṇyā jēnē haiyēthī anērā, tyāṁthī dagā jyārē pāmē - śāśvatatā...

prēma dētāṁ, prēma na malatāṁ, nirāśā prēmamāṁ jyāṁ jāgē - śāśvatatā...

karī tanatōḍa yatnō, niṣphalatā jyāṁ satkārē - śāśvatatā...

duḥkhanā ḍuṁgara karī sahana, haiyuṁ mūṁguṁ raḍavā lāgē - śāśvatatā...

nasībathī ghērāyēlāṁ nara-nārī, nasībathī jyārē kaṁṭālē - śāśvatatā...

sukhanō khūba upabhōga karīnē, sukhanā ūbakā āvē - śāśvatatā...

vārē ghaḍīē apamāna thātāṁ, majabūrī bōlavā lāgē - śāśvatatā...

haiyē jyārē taḍapana sācī, taḍapana jō nā sahēvāyē - śāśvatatā...
English Explanation: Increase Font Decrease Font

Wandering, wandering in this illusion, when the mind gets tired, then it runs to the feet of Eternal Divine.

Bearing the heat of this materialistic world, when a human gets tired, then the mind runs to the feet of Eternal Divine.

The blows of destiny, when they strike so hard, then the mind runs to the feet of Eternal Divine.

Considered those our own, when betrayed by them, then the mind runs to the feet of Eternal Divine.

While giving love, when it is not reciprocated back, whenthere is sadness in love, then the mind runs to the feet of Eternal Divine.

After putting in so much effort, if success is not met, then the mind runs to the feet of Eternal Divine.

After suffering a lot, when heart starts weeping from inside, then the mind runs to the feet of Eternal Divine.

Surrounded by destiny, when men and women get tired of their fate, then their minds run to the feet of Eternal Divine.

Indulging in a lot in happiness, when one gets nauseated by happiness, then the mind runs to the feet of Eternal Divine.

Insulted every now and then, when helplessness creeps up, then the mind runs to the feet of Eternal Divine.

When there is true longing and longing cannot be handled, then the mind runs to the feet of Eternal Divine.
Scan Image

Gujarati Bhajan no. 1183 by Satguru Devendra Ghia - Kaka
First...118311841185...Last