નાનકડી આંખડીએ, દોટ આજે મોટી માંડી
કરવા દર્શન વિશ્વનિયંતાનાં (2)
આજ તો ખૂબ અધીરી બની
કરતાં દર્શન તો નિત્ય માયાનાં (2)
માયામાં એ તો રીઢી બની
કરવા દર્શન તો માયાપતિનાં (2)
આજ તો ખૂબ તલસી રહી
કીધા યત્નો, લેવા સાથ તો મનડાના (2)
મનડે-મનડે ખૂબ નાચી રહી
હૈયાને ભી લીધું જ્યારે સાથમાં (2)
દર્શન બીજાં એ તો ભૂલી
ચિત્ત સાથ લાગ્યું દેવા (2)
દર્શન કાજે મશગૂલ બની
આંખમાં બીજું, હવે ના સમાતું (2)
વિશ્વનિયંતાને ઢૂંઢી રહી
સોનાનો સૂરજ આજ એવો ઊગ્યો (2)
દર્શન કાજે નીંદ તો એણે ત્યજી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)