Hymn No. 1186 | Date: 24-Feb-1988
|
|
Text Size |
 |
 |
જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી રડતા આવે તો જે રે માડી, એ હસતા હસતા જાય ખાવા ન હોયે ધાન જરી, એ તો જ્યાં લક્ષ્મીએ ન્હાય હડધૂત થાયે સારાયે જગમાં, સલામી એને ભરાય માખી ઊડે મુખ પર જેના, પડયો બોલ એનો ઝિલાય બોલી શકે ના જે પૂરું માડી, સાંભળવા બધા ઊભરાય ભણવામાં તો ઠોઠ હોયે, સલાહ લેવા એની દોડી જાય ડરતાં વીત્યું હોયે જીવન, સહુ એનાથી તો ડરતાં જાય અક્ષર ઉકેલી શકે નહિ જે, જ્યાં મહાપંડિત એ થાય ક્રૂરતામાં આડો આંક વાળે, જ્યારે એ ભક્તિમાં ન્હાય લીલા છે એવી તો તારી, જે કદી સમજી ના સમજાય સઢ વિનાની છે હોડી મારી, તોફાને `મા' કિનારે લગાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|