Hymn No. 1188 | Date: 29-Feb-1988
|
|
Text Size |
 |
 |
અવસર દીધો અણમોલ માનવનો તેં રે માડી, તોયે ઓળખાણ તારી ના પડી વેળા વેળાએ તેં તો સહાય કરી રે માડી, તોયે ... મૂંઝાયો જ્યારે જ્યારે, કરતા યાદ, મારગ દીધો કાઢી રે માડી, તોયે ... પગલાં પાડું જ્યાં ખોટાં, ચેતવણી ત્યારે દીધી રે માડી, તોયે... મનમાં નહિ ને ચિત્તમાં નહિ, કર્યું તે એવુ ઘણું રે માડી, તોયે ... સંજોગે સંજોગે ઘેરાયો આફતે સપડાયો, ત્યાં રક્ષણ કરો રે માડી, તોયે... જ્યારે મળી નિરાશા, મીટ તારા પર તો માંડી રે માડી, તોયે... વિચારે વિચારે કરી, અવગણના તારી કરી, તે માફ કરી રે માડી, તોયે ... માયામાં અટવાઈ ગયો, તુજથી ભાગી, તે જાળવી લઈ રે માડી, તોયે ... જાગી તડપ દર્શનની, તારી ઝાંખી ત્યારે દીધી રે માડી, તોયે ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|