આવો-આવોને તમે આજે આવોને, માડી આજે રંગમાં રે
તમારા આવ્યાથી, આવે સહુ બાળ તો આનંદમાં રે
રાહ જુએ છે બાળુડા તારા, આજ તો સહુ સંગમાં રે
આતુરતા તો દેખાયે આજ, સહુનાં નયનોમાં રે
ના જોવડાવશો બહુ વાટ, લાવો સહુને તો ઉમંગમાં રે
વીત્યા છે કંઈક દિન ને રાત અમારા તો કુસંગમાં રે
પાડજો પુનિત પગલાં તમારાં, આજ અમારા આંગણામાં રે
પુકારે છે તને સહુ તારા બાળ, આજ તો ભાવમાં રે
રાખો સદા તમારા બાળને તો પૂર્ણ પ્રેમમાં રે
ધરજો વિનંતી અમારી આજ તો તમારા ઉરમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)