સપનાની લક્ષ્મી, જાગતા તો કામ નહિ આવે
ઝાંઝવાનાં જળથી, કાંઈ પ્યાસ તો ના બુઝાયે
પુરુષાર્થ વિના, પ્રારબ્ધને ચળકાટ નહિ આવે
સરી જતી રેતીમાં, સ્થિર મહેલ તો નહિ બંધાયે
જગપ્રેમ પામવા હૈયે, વેર ભરી હૈયે ના ચાલશે
ખોવાયું એક ઠેકાણે, શોધીશ એને બીજે નહિ ચાલે
સૂર્યપ્રકાશ મળતાં, તારલિયાના તેજની ખોટ નવ આવે
કારણ વિના થયેલ અપમાન તો સદા સાલશે
મૂંઝાયેલા માનવને, એક-એક પળ કીંમતી લાગે
સુખે આળોટતાં, વીતતી પળ નહિ સમજાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)