|
View Original |
|
ભક્તિ વિનાનું જ્ઞાન તો લાગે લૂખું-લૂખું
ભાવ વિનાની ભક્તિ તો લાગે સૂકી-સૂકી
પ્રેમ વિનાનો આવકાર તો લાગે સૂકો-સૂકો
ભાવ વિનાનું આમંત્રણ તો લાગે લૂખું-લૂખું
સમજણ વિનાનું જ્ઞાન તો લાગે લૂખું-લૂખું
પ્રેમ વિનાનું જીવન તો લાગે સૂકું-સૂકું
ઝાડપાન વિનાનું જંગલ તો લાગે સૂકું-સૂકું
નમક વિનાનું ભોજન તો લાગે લૂખું-લૂખું
સાર વિનાનું ભાષણ તો લાગે લૂખું-લૂખું
સમજણ વિનાનું ભણતર તો લાગે સૂકું-સૂકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)