Hymn No. 1203 | Date: 11-Mar-1988
|
|
Text Size |
 |
 |
તારા વિચારોને યાદથી માડી, ઘડવી છે મૂર્તિ તારી મારા હૈયામાં ઘડવી છે રે માડી, એમાં સુંદર તારી આંખ, - રે માડી મારા હૈયામાં ઘડવું છે રે માડી, એમાં સુંદર તન ને મુખ, - રે માડી મારા હૈયામાં ઘડવા છે રે માડી, એમાં સુંદર પગ ને હાથ, - રે માડી મારા હૈયામાં ઓઢાડવી છે રે નિર્મળ મનની ચૂંદડી રે માત, - રે માડી મારા હૈયામાં કરવા એને રે પ્રેમના કંકું કેરા ચાંદલા રે માત, - રે માડી મારા હૈયામાં ધરવા છે એને રે પ્રેમથી, પ્રેમના થાળ રે માડી, - રે માડી મારા હૈયામાં નિરખી રહેવું છે, નિરખી તને સદાયે રે માત, - રે માડી મારા હૈયામાં કરવી છે નિત્યપ્રદક્ષિણા તારી ત્યાં તો માત, - રે માડી મારા હૈયામાં ઘડવી છે મજબૂત મૂર્તિ એવી, ભલે કાળ ને આફત ટકરાય, - રે માડી મારા હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|