Hymn No. 4627 | Date: 10-Apr-1993
|
|
Text Size |
 |
 |
અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા
Ashakyatane Erena Par Chadavi Jeevanama Re Tu, Sakyatana Ghat Ghadato Ja
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-04-10
1993-04-10
1993-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=127
અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા
અશક્યતાને એરણ પર ચડાવી જીવનમાં રે તું, શક્યતાના ઘાટ ઘડતો જા અસત્યને જીવનમાંથી હટાવી, જીવનને રે તું, સત્યમય બનાવતો જા વેરને જીવનમાંથી તો બાળી, જીવનને રે તું, પ્રેમતરબોળ તો કરતો જા દુઃખ દર્દ પર જીવનમાં સદા વિજય મેળવી, જીવનને સુખ સભર તું કરતો જા ધનદોલતનો જીવનમાં સદ્ઉપયોગ કરીને જીવનને, ભર્યું ભર્યું તો તું કરતો જા રહેજે પ્રવૃત્ત તું તારા દોષ દૂર કરવામાં, અન્યના દોષને તો તું ભૂલતો જા આળસને ખંખેરીને રે જીવનમાં, પ્રભુ સાધના, જીવનમાં તો તું કરતો જા કામ ક્રોધ વિકારો પર જીત મેળવવી જીવનમાં, જીવનને પ્રભુમય તું કરતો જા જીવનમાં કર્મમાં જાળવી સમતુલના જીવનને તો તું શાંતિમય કરતો જા માયાના રટણમાં વળશે ના જીવનમાં, રટણ પ્રભુનું જીવનમાં તું કરતો જા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ashakyatane erana paar chadaavi jivanamam re tum, shakyatana ghata ghadato j
asatyane jivanamanthi hatavi, jivanane re tum, satyamaya banavato j
verane jivanamanthi to bali, jivanane re tum, prematarabola to
karto j
dhanadolatano jivanamam sadupayoga kari ne jivanane, bharyu bharyum to tu karto j
raheje pravritta tu taara dosh dur karavamam, anyana doshane to tu bhulato j
alasane khankherine re jivanamam, prabhu sadhana, jivanamikamama to krabu sadhana, jivanamikamama to
krabu sadhana, jivanamamama jivan jodanaya tumarita karto j
jivanamam karmamam jalavi samatulana jivanane to tu shantimaya karto j
mayana ratanamam valashe na jivanamam, ratan prabhu nu jivanamam tu karto yes
|