કદમ-કદમ પર રહેશે મળતા, કંકર ને કાંટા
હારી ન જાતો હિંમત એથી, ફૂલ નીકળ્યો છે ચૂંટવા
અમૃત પીવા જ્યાં નીકળ્યો, ઝેર પણ પડશે પીવાં
ભવસાગરે હાંકી છે નાવડી, પડશે માર મોજાંના સહેવા
જીતની જ્યાં તું આશ રાખે, હાર પણ દેવી પડશે પચવા
મિત્રતાની રાખે તું આશા, શત્રુતાના ઘા પડશે ઝીલવા
ધરતી જળની આશા રાખે, પડે છે તાપના માર સહેવા
વિરાટ બનવા પહેલાં માનવે, વામન બનવું પડે પહેલાં
અણુ-અણુને જાગ્રત કરજે, શક્તિનું સ્પંદન ઝીલવા
શક્તિને સીમા નહિ રહે, માંડશે શક્તિ તો જ્યાં વહેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)