મનડું ‘મા’ નાં ચરણમાં તો જ્યાં ચોંટ્યું
ભાન ભટકવાનું ત્યાં તો એ ભૂલ્યું રે
મળ્યો જ્યાં-ત્યાં અનહદ પ્રેમનો સ્વાદ
સ્વાદે-સ્વાદે એ તો આનંદે ડોલ્યું રે
સ્વાદ વિકારના ને સ્વાદ વાસનાના એ ભૂલ્યું
ચરણના અનોખા આનંદે ડૂબ્યું રે
આનંદે ડોલી, આનંદે રાચી, આનંદે ડૂબ્યું રે
એની નજરમાંથી જગ સારું છૂટ્યું રે
વાસના ને વિચારોએ કીધી કોશિશ ખેંચવા
આનંદમાં તો ખૂબ અટલ રહ્યું રે
વારેઘડીએ જ્યાં એ જાતું તું ભાગતું
આજ તો ચરણમાં સ્થિર થયું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)