Hymn No. 1224 | Date: 25-Mar-1998
|
|
Text Size |
 |
 |
મારી નસ નસમાં, તારી પ્રીત સમાણી, માડી પ્રીત સમાણી
Mari Nas Nasma, Tari Preet Samadi, Madi Preet Samadi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
મારી નસ નસમાં, તારી પ્રીત સમાણી, માડી પ્રીત સમાણી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી મારા શ્વાસે શ્વાસમાં, યાદ તારી જાગી, માડી યાદ તારી જાગી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી મારી દૃષ્ટિ તો જ્યાં તને ખોળવા લાગી, માડી ખોળવા લાગી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી મારી ધડકન તો, તારા તાલેતાલ દેવા લાગી રે તાલ દેવા લાગી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી કામ વાસનામાંથી વૃત્તિ ભાગી રે માડી, વૃત્તિ ભાગી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી તારી યાદે યાદે, ભાન દીધું ભુલાવી રે ભાન દીધું ભુલાવી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી કરતા પૂજન, મનડું તુજમાં ચોંટયું રે, તુજમાં ચોંટયું રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી દુઃખનું આભલું પડયું છે ફાટી, રે પડયું છે ફાટી રે માડી, મારા મનની વાત તો નથી તુજથી અજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|