ફેલાવી છે ઝોળી રે માડી, મેં તો આજે તારી પાસે
દેજે તું એને ભરી રે માડી, કરતી ના નિરાશ મુજને
ના માગું કંઈ હું તો માડી, ભરી દેજે સમજણ ખાસ
તારાં દર્શન કેરા યત્નોમાં માડી, બનું ના ઉદાસ
દુનિયા કેરા રંગ છે જુદા, સાચો રંગ તો આપ
હિંમત અને ધીરજને તો, ભરી દે એમાં ખાસ
પાપ કેરે પંથે ન ચાલું, કાઢજે અહં કેરો ભાર
હૈયામાં ભરજે શક્તિ તારી, ભૂલું સઘળા ભેદભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)