અણુઅણુમાં સમાયે માડી તોય વિરાટમાં ન માય
વૃક્ષમાં તો જેમ બીજ રહે, બીજમાં તો જેમ વૃક્ષ સમાય
મન તો જગમાં ફરે, મનમાં તો જગ સારું સમાય
વર્તમાનમાં પ્રારબ્ધ રહે, પ્રારબ્ધમાં તો વર્તમાન સમાય
સોનામાંથી તો ઘાટ ઘડાય, એ ઘાટમાં તો સોનું સમાય
આકાશમાં તો તન રહે, તનમાં તો આકાશ સમાય
ભરતી-ઓટ જાગે સમુદ્રમાં, ભરતી-ઓટમાં સમુદ્ર સમાય
દૂધમાં તો સદાય ઘી રહે, ઘીમાં તો દૂધ ના સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)