હાથને સ્થાને હાથ તો દીધા, ને પગને સ્થાને પગ
અલગ-અલગ કરવાં કાર્યો, દીધાં ‘મા’ એ અલગ-અલગ
પગનું કામ તો આંખ ના કરે, આંખનું કામ ના કરે પગ
તન રહે ભલે મોટું, ધડકે હૈયું એમાં તો નાનું
ધડકને-ધડકને ભરે, તનમાં શક્તિ તો પ્રચંડ
તન રહે અહીં, ભલે ફરતું રહે તો મન
તોય રહે શક્તિ ભરી એમાં, શક્તિ તો અનંત
અંધારે અટવાતા જગ કારણે, રેલતી રહી તેજ સતત
ભાવથી એ તો ભીંજાતી, ભાવથી ભર્યું જગત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)