દોડી-દોડી દોડશે તું ક્યાં, ભાગી-ભાગી ભાગશે તું ક્યાં
હાથ તો ‘મા’ ના લાંબા છે (2)
પામી-પામી પામશે તું ક્યાં, ધારી-ધારી ધારશે તું ક્યાં
સત્તા તો ‘મા’ ના હાથમાં છે (2)
અહં ભરી તું ફરશે ક્યાં, રાખી ગર્વ તું જાશે ક્યાં
શક્તિ તો ‘મા’ ના હાથમાં છે (2)
કરી પાપ તું છુપાશે ક્યાં, બાંધી વેર તું રહીશ ક્યાં
સર્વ ઠેકાણે એ તો વ્યાપી છે (2)
માગી-માગી તું માગીશ ક્યાં, રાખી-રાખી તું રાખીશ ક્યાં
સ્થાન એના વિના કોઈ ખાલી નથી (2)
ફેરવી-ફેરવી મુખ ફેરવીશ ક્યાં, થાકી-થાકી તૂટી પડીશ જ્યાં
સદા ત્યાં એ તો હાજર છે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)