વાદળે ઘેરાયેલા આકાશે, આજે સોનેરી કિરણ ફૂટ્યું
નિરાશાએ ઘેરાયેલા અંતરમાં, આશાનું તો બિંદુ મળ્યું
કાદવે ખરડાયેલ તનને, એક નિર્મળ ઝરણું જડ્યું
તૃષાતુર એવા કંઠને, આજ તો મીઠું શરબત મળ્યું
ધોમ તપતા તાપમાં, મુસાફરને ઘટાદાર વૃક્ષ મળ્યું
અજાણ્યા એવા ગામમાં, ઓળખીતાનું દર્શન થયું
ભૂખે પીડાતા માનવને, તો જેમ અન્ન મળી ગયું
રાહ જોતા પ્રિય પાત્રનું, દર્શન તો જેમ થઈ ગયું
ડૂબતી નાવ તો જેમ, કિનારે તો લાંગરી ગયું
માડી, દર્શન કાજે તારાં, નામનું મોતી તો મળી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)