રડતા જોઈ બાળને, અંતર જેનું રડી પડે
એ તો ‘મા’ વિના બીજું કોઈ ન હોયે રે
ભૂખ્યા દેખી બાળને, તો જે ભૂખી રહે - એ તો...
દેખી બાળને રાજી, હૈયું તો જેનું ઊછળે - એ તો...
માંદે કે સાજે, સદા દેખભાળ તો જે કરે - એ તો...
હરતાં ને ફરતા, કે કાર્યો કરતા જે સાથે રહે - એ તો...
બાળના દુઃખે દુઃખી, ને સુખે તો સુખી રહે - એ તો...
બાળ કાજે તો, દિન-રાત સદા જાગે - એ તો...
ભીડે પડેલ બાળને, સદા સહાય કરે - એ તો...
જીવનની હર મુસીબતમાંથી જે બહાર કાઢે - એ તો...
જગ સર્વેનું જે સર્વ કાંઈ તો જાણે - એ તો...
પડતા-આખડતા બાળને જે ઊભો કરે - એ તો...
બાળના પ્રેમમાં ને ભાવમાં જે દીવાની બને - એ તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)