કોઈ આજ ગયું, કોઈ કાલ ગયું, જગ તો સદાય ચાલતું રહ્યું
આવી જગમાં, નાચી માયામાં, અંતે ધરતીમાં તો પોઢી ગયું
કંઈક પોઢ્યાં ધરતીમાં, તેનું નિશાન તો ના જડ્યું
કોઈ વિસર્યું કર્મને, કોઈ જ્ઞાન કર્મનું તો ભૂલી ગયું
અવતારીને અવતાર ભી ગયા, કહાની તો એની છોડી ગયું
કાયા લઈ આવ્યા જગમાં, કાયા તો અહીંની અહીં છોડી ગયું
કોઈએ પાપ ભેગું કર્યું, કોઈએ તો પુણ્ય ભેગું કર્યું
શરીર અક્ષય ના રહ્યું, કોઈ તો અક્ષયકીર્તિ પામી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)