સમયની ધારા વહેતી જાયે રે, વહેતી જાયે
નાના-મોટા, સાચા-ખોટા સહુને તો તાણી જાયે રે - સમયની...
યત્નો કીધા બાંધવા એને, ના એ તો બંધાયે રે - સમયની...
ડૂબ્યા કે તર્યા કંઈક એમાં, હિસાબ એના ના થાયે રે - સમયની...
તરવું કે ડૂબવું એમાં, છે એ તો હાથ તારે રે - સમયની...
ઇતિહાસ કંઈક રચાયા ને સમાયા એમાં રે - સમયની...
પુણ્યશાળી ને પાપી ભી તણાતા, કહાની રહી જાયે રે - સમયની...
તાણે એ સહુને, ઊંડાણ ના એનું તો મપાયે રે - સમયની...
કરશો ઉપયોગ સાચો એનો, રહેશે એ હાથ તારે રે - સમયની...
કરશો કાળે, હશે હાથ કાળના, આજ છે હાથ તારે રે - સમયની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)