Hymn No. 1259 | Date: 22-Apr-1988
|
|
Text Size |
 |
 |
તેજ પૂંજ પૂંજમાં ને જગની કુંજ કુંજમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) બાળના નિર્દોષ હાસ્યમાં, નિર્મળ એવી આંખમાં, રે માડી, અણસાર, તારો તો મળે (2) બેનીના સ્નેહમાં ને માતાના વ્હાલમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) સદગુરુની વાણીમાં, સિદ્ધના આશિષમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) સત્યથી રણકતા જીવનમાં, નિર્મળ ભક્તિમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) વિશુદ્ધ જીવનમાં, પ્યાસ ભર્યા સંસારમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) ભાવભર્યા ભાવમાં, નિષ્કામ કર્મમાં, રે માડી, અણસાર તારો તો મળે (2) અદીઠ બનતા બનાવમાં, સાચી સમજણમાં, રે માડી, અણસાર તારો તો મળે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|