1988-05-05
1988-05-05
1988-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12767
બનવા ચાહ્યું જગમાં, જેવો-તેવો તો ના બની શક્યો
બનવા ચાહ્યું જગમાં, જેવો-તેવો તો ના બની શક્યો
ના બનવા ચાહ્યું જગમાં, એવો તો હું બની રહ્યો
બનવું હતું તો દેવ થાવા, દાનવ તો હું બની રહ્યો
કરવા ચાહ્યું તો ઘણું-ઘણું, કંઈ તો ના કરી શક્યો
મારું-મારું કોઠે પડ્યું, અહં તો હું ના છોડી શક્યો
આનંદે રહેવું હતું તો જગમાં, આનંદથી તો વંચિત રહ્યો
રહેવું હતું મુક્ત, ચિંતા છોડી, ચિંતા સદા તો કરતો રહ્યો
ભરવો હતો પ્રેમ હૈયે, ક્રોધ તો હૈયે ભરી બેઠો
જગ સારામાં વ્યાપી માતા, જગમાં બધે ઢૂંઢી વળ્યો
મુજમાં પણ વસે છે માતા, સત્ય આ ભૂલી ગયો
તેજ તો અજવાળે જગનો તો ખૂણેખૂણો
અંતરના ખૂણામાં તોય અંધકાર તો છવાઈ રહ્યો
અરજ તો મારી હૈયાની ઊંડી છે એક તો માતા
તુજ ચરણમાં વાસ દઈને, હૈયે મુજને તો લઈ લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banavā cāhyuṁ jagamāṁ, jēvō-tēvō tō nā banī śakyō
nā banavā cāhyuṁ jagamāṁ, ēvō tō huṁ banī rahyō
banavuṁ hatuṁ tō dēva thāvā, dānava tō huṁ banī rahyō
karavā cāhyuṁ tō ghaṇuṁ-ghaṇuṁ, kaṁī tō nā karī śakyō
māruṁ-māruṁ kōṭhē paḍyuṁ, ahaṁ tō huṁ nā chōḍī śakyō
ānaṁdē rahēvuṁ hatuṁ tō jagamāṁ, ānaṁdathī tō vaṁcita rahyō
rahēvuṁ hatuṁ mukta, ciṁtā chōḍī, ciṁtā sadā tō karatō rahyō
bharavō hatō prēma haiyē, krōdha tō haiyē bharī bēṭhō
jaga sārāmāṁ vyāpī mātā, jagamāṁ badhē ḍhūṁḍhī valyō
mujamāṁ paṇa vasē chē mātā, satya ā bhūlī gayō
tēja tō ajavālē jaganō tō khūṇēkhūṇō
aṁtaranā khūṇāmāṁ tōya aṁdhakāra tō chavāī rahyō
araja tō mārī haiyānī ūṁḍī chē ēka tō mātā
tuja caraṇamāṁ vāsa daīnē, haiyē mujanē tō laī lējē
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is into the introspection of his own being, as whatever we think of becoming in the world, we cannot and we turn out to be something else.
Kakaji says
Whatever I wanted to be in the world I couldn't.
Whatever I did not want to be in the world, I am becoming.
I wanted to become God, but a demon I am becoming.
I wanted to do a lot many things, but could not do anything.
Just went on saying here and there my and my as ego I couldn't leave.
I wanted to stay happily in this world, but I am deprived of happiness in this world.
Wanted to live freely without worries, but I am worrying forever.
I wanted to fill love, but the anger I have filled within.
The mother is omnipresent in the whole world, you are the best mother who wants to find you and love you.
Each and every corner of the world is enlightened, but a corner within has fallen into darkness.
O'Mother deep within my heart, I request.
In the end, Kakaji pleads at the Divine Mother's feet
Let me dwell at your feet and take me inside your heart.
|