નક્કી નથી મંઝિલ મારી
બસ ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું
સૂઝતું નથી શું કરવું, શું ના કરવું
બસ કર્યે જાઉં છું, કર્યે જાઉં છું, કર્યે જાઉં છું
રસ્તા ફંટાયા ઘણા, વળાંક આવ્યા ઘણા
સાચા કે ખોટા તોય ચાલ્યો જાઉં છું, તોય ચાલ્યો જાઉં છું
થાકી ગયો ઘણો, બેસી ગયો
થઈ પાછો ઊભો, બસ ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું
સમજાયું નહિ પહોંચ્યો છું ક્યાં, પહોંચવું છે ક્યાં
બસ ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું
જાઉં છું ક્યાં સમજાતું નથી, મૂંઝાતો રહ્યો
તોય ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું
કદી પ્રેરણા મળી, કદી વંચિત રહ્યો
બસ ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)