વિકટ અને વાંકા રસ્તા પણ
તારી કૃપાથી તો માડી સરળ બને
શક્તિ તૂટતાં વચ્ચે તો માડી
ઝરણું તારી શક્તિનું મળી રહે
રાત અને દિવસ તો માડી
દિલ હાજરી તારી તો અનુભવે
સંસારે ડોલતી નાવડી મારી
તારા સહારે માડી સ્થિર બને
સંસાર તાપ ભલે ખૂબ તપતો રહે
તારા નામમાં સદા શીતળતા ઝરે
સદા હર્ષ-શોકની તો ભરતી ચડે
ઊછળી-ઊછળી તુજ ચરણમાં નમે
રાત ભી તારી ને દિન ભી તારો
સમયની ચાવી તો તારા હાથ રહે
તારા પ્રેમનું સામ્રાજ્ય અમાપ રહે
સહુને સદા તું પ્રેમથી વશ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)