Hymn No. 1298 | Date: 20-May-1988
|
|
Text Size |
 |
 |
ભજન કીધાં, કીર્તન કીધાં, કીધાં રે માડી તારા ગુણગાન આતુર નયનો વાટ જુએ રે માડી, માડી હવે તો પધાર ફૂલહાર ચડાવ્યા, દીવડા કીધાં, ધર્યા રે મીઠા પ્રસાદ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર દુઃખને ભૂલ્યા, સુખ રે પામ્યા માડી, કરતા તારા ગુણગાન આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર તારી નજર બાળ ઉપર, બાળની નજર તારી પર, હવે નજર મિલાવ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર અંતર નથી, તોયે અંતર દેખાય, અંતર હવે તો ઘટાડ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર તારી યાદમાં મસ્ત બનીને, મસ્તીમાં ઝૂલી, મસ્તીએ ઝુલાવ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર બિછાવી ગાદી, દઈશું આસન ઊંચા, એના પર વિરાજ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર છૂપી રહી ઘણી તું તો, રહીશ ક્યાં સુધી, હવે તો ના છુપા આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર દિલ ખોલીએ અમારું, ખોલજે દિલ તારું, કરશું દિલની વાત આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર રાતદિન રાહ જોવરાવી, રાહ જોઈ અમારી હવે તો તું આવ આતુર નયનો વાટ જુએ રે તારી, માડી હવે તો પધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|