માગું તારી પાસે હું તો માડી, આજે હાથ જોડી
ભરી દેજે આજે માડી, ખાલી રહેતી મારી ઝોળી
જલતી રહી છે જીવનમાં સદાય, તકલીફોની હોળી
આજે માગું છું માડી, તારી પાસે તો દિલ ખોલી
સહન કરું તકલીફ બધી, છોડું ના સન્માર્ગની કેડી
જ્યારે-જ્યારે પુકારું તને, આવજે તો તું વહેલી-વહેલી
ભજું હું તો સદાય તને માડી, સાચા ભાવો હૈયે ભરી
ચિત્તને, મનને જોડું તુજમાં, સદાય માયાને તોડી
દઉં ભરી જીવન સદ્દગુણોથી, સદાય દિલ ભરી
ભરું ન ડગલાં પાછાં, આવું તારી પાસે તો દોડી-દોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)