શબ્દો રહ્યા અધૂરા કહેવાને કથની તો હૈયાની
મુખ ભાવો કહી ના શક્યા, કથની તો પૂરી હૈયાની
કહી દીધી આંસુઓએ પૂરી, કથની હૈયાની વ્યથાની
સહી હૈયે ઊંડી વ્યથા, બધી તો જીવનની
સહેતું રહ્યું તો હૈયું, દઈ કસોટી સહનશીલતાની - કહી...
કહેવા ના ચાહ્યું મેં તો, વાત તો હૈયાના ઘાની
વહેતાં હતાં ગુપ્ત આંસુ, હતી ધારા એ તો હૈયાની - કહી...
હૈયાએ સંઘરી રાખી માડી, યાદ તારાં તો સ્મરણોની
વાટ સદા રહ્યું એ જોતું, રાખી આશા તારાં દર્શનની - કહી...
સહેતું રહ્યું વિયોગ હૈયું, કરી કસોટી તેં સહનશીલતાની
કસોટીએ-કસોટીએ થયું મજબૂત, જગાવી ઝંખના દર્શનની - કહી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)