યાદ રહે જીવનમાં, માનવને તો બીજું બધું
યાદ જીવનમાં, એક જલદી આવતું નથી (2)
રહે યાદ અપમાન પોતાનાં, ઉપકાર યાદ રહેતા નથી, યાદ...
યાદ રહે ફરજ બીજાની જલદી, ફરજ પોતાની યાદ રહેતી નથી, યાદ...
લેવાનું યાદ રહે જલદી, દેવાનું યાદ જલદી આવે નહિ, યાદ...
ગર્વ બીજાનો તો હૈયામાં ખટકે, ગર્વ પોતાનો યાદ રહે નહિ, યાદ...
દુઃખ બીજાનું યાદ રહે ન જલદી, દુઃખ પોતાનું વિસરાતું નથી, યાદ...
આવ્યો જગમાં યાદ રહે, જાશે જગમાંથી યાદ એ રહે નહિ, યાદ...
પુણ્ય યાદ રહે જલદી, પાપ તો યાદ જલદી રહે નહિ, યાદ...
વચન અન્યનાં યાદ રહે, વચન પોતાનાં યાદ રહેતાં નથી, યાદ...
છે સગાં સહુ એનાં યાદ રહે, છે સગો પોતે યાદ રહેતું નથી, યાદ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)