જીવનસંગ્રામમાં તો, કાયરતા નહિ પાલવે
ઘેરાયો છે શત્રુથી, અસાવધતા નહિ ચાલશે
પડશે ઘા, ક્યારે કોના કેવા, સદા સામનો કરજે
નિત્ય સાવધ રહી, તૈયારી સદા તો રાખજે
એકાગ્ર બની તું, આગેકૂચ તો જારી રાખજે
ડર બધો હૈયેથી કાઢીને, નીડર બની જાજે
કોણ કોનો સંહાર કરશે, ક્યારે નહિ સમજાશે
કરવા સદાય સામનો, શક્તિ ભેગી કરી રાખજે
હિંમત બધી કરજે ભેગી, સદા એ કામ લાગશે
જીત સુધીનું યુદ્ધ હશે, જીત આખર તું પામશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)