જાગ ભવાની, હવે વાર ન કર, જાશે નીકળી અમારા પ્રાણ
કર કસોટીની દોરી ઢીલી, હવે વધુ ન એને તું તાણ
સાચું કરીએ, ખોટું કરીએ, બાળ તો અમને જાણ
રહ્યાં છે સદાય તો વાગતાં, સંસારવિષનાં તો બાણ
સંસારમાં માર્યાં ખૂબ ફાંફાં, રહ્યો માડી તો ત્યાં ને ત્યાં
ચડ્યું છે ઘેન ખૂબ માયાતણું, હવે એમાંથી તો જગાડ
પંથ છે લાંબો, કાળ છે ટૂંકો, કર હવે તો તું તત્કાળ
શક્તિ તારી અહમ દે સંહારી, હવે અમને તો બચાવ
દીધું જીવન, હાથ છે તારે, વધુ ના હવે તો તડપાવ
હાલત કેવી છે ખબર તને તો માડી, હવે તો વાર ન લગાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)