Hymn No. 5797 | Date: 25-May-1995
|
|
Text Size |
 |
 |
નાની અમથી વાતમાંથી વતેસર થઈ ગયું, કવેળા છૂટેલું તીર, નુકસાન તો એ કરી ગયું વગર વિચાર્યું કર્યું જીવનમાં ફાયદાને બદલે,જીવનમાં નુકસાન એ તો કરી બેઠું આવ્યું જીવનમાં જ્યાં દુર્ભાગ્યનું માવઠું, જીવનની હરિયાળીને નુક્સાન એ કરી ગયું શૂરવીરતાના સ્વાંગમાં પોષી જીવનમાં કાયરતાં, ફાયદાને બદલે નુકસાન એ કરી ગયું સમજદારીના સ્વાંગમાં ઢાંકી તો જ્યાં બેસમજદારીને,નુકસાન જીવનમાં તો એ કરી ગયું પાઈ પાઈ ઊછેર્યો જીવનમાં તો ઝેરી સાપને, ડંખી જીવનને નુકસાન એ તો કરી ગયું રાખી આશા વાંઝિયા ભાગ્યની, જોઈ રાહ ખોટી, નુકસાન જીવનને એ તો કરી ગયું રહી ગાફેલ જીવનમાં લુચ્ચાઈ સામે, બની શિકાર એવાં, નુકસાન જીવનને એમાં કર્યું આગળ પાછળ કર્યા ના વિચાર જીવનમાં, નોતરી ઉપાધિ એમાં નુકસાન જીવનને એમાં કર્યું ઇચ્છાઓનું એંધાણ જલાવી ગયું જીવનને, નુકસાન જીવનને એમાં તો એ કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|