નિજ ભવનમાં રે સદા વસાવો, પ્રેમપૂર્વક શ્રી રામ, પ્રેમપૂર્વક શ્રીરામ
સીતાના હોય ભલે શ્રી રામ, બનાવો જીવનમાં તમે, એને તમારા શ્રીરામ
ભક્તોના કામ કરતા થાક્યા ના કદી, થાક્યા ના કદી એ ભક્તવત્સલ શ્રીરામ
પુકાર્યા જ્યારે જ્યારે એને, દોડયા કરવા સહાય, રઘુપતિ એવા શ્રીરામ
જોતા નથી એ રૂપરંગ તમારા, જોવે છે હૈયે એતો, કર્યાં છે જીવનમાં કેવા કામ
કરતાને કરતા રહ્યાં નામ જગમાં અમારા, રહ્યાં તમે રઘુપતિ શ્રીરામ
માન્યા ને ભજ્યા જે જે રૂપે, ધર્યાં એ રૂપો, રહ્યાં તોયે તમે શ્રીરામ
કર્મકુશળ બની જન્મ્યા જગમાં, કહેવાતા તમે કૌશલ્યાનંદન શ્રીરામ
પાળતાને પાળતા રહ્યાં વચનો પિતાના, બન્યા વચનપાલક શ્રીરામ
રહ્યાં મર્યાદામાં, પાળી જીવનમાં મર્યાદા, બન્યા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)