1988-07-09
1988-07-09
1988-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12862
નાનો અમથો તણખો, સૂકા ઘાસને સળગાવી જાય
નાનો અમથો તણખો, સૂકા ઘાસને સળગાવી જાય
નાની અમથી ચિનગારી પણ, ક્રોધને ભડકાવી જાય
સમયસર જો એ દાબી ન દેવાય, તો વિનાશ એ નોતરી જાય
નાનું અમથું દરદ પણ, રહેતાં-રહેતાં રોગ બની જાય
નાની અમથી કુટેવ પણ, આદતમાં તો પલટાઈ જાય
સમયસર જો એ દાબી ન દેવાય, તો એ વિનાશ નોતરી જાય
નાની નિરાશા શક્તિ હણી જાય, નાની શંકા બરબાદ કરી જાય
નાની ઈર્ષ્યા વેર સરજી જાય, નાની અવગણના હૈયું બાળી જાય
સમયસર જો એ દાબી ન દેવાય, તો એ વિનાશ નોતરી જાય
નાની અમથી બોલાચાલીમાં ઝઘડો થાય, નાના રોગથી તાકાત ઘટી જાય
નાનું ટીપું ઝેરનું, મોતનું કારણ બની જાય, નાનો ઘા વિશાળ બની જાય
સમયસર જો એ દાબી ન દેવાય, તો એ વિનાશ નોતરી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānō amathō taṇakhō, sūkā ghāsanē salagāvī jāya
nānī amathī cinagārī paṇa, krōdhanē bhaḍakāvī jāya
samayasara jō ē dābī na dēvāya, tō vināśa ē nōtarī jāya
nānuṁ amathuṁ darada paṇa, rahētāṁ-rahētāṁ rōga banī jāya
nānī amathī kuṭēva paṇa, ādatamāṁ tō palaṭāī jāya
samayasara jō ē dābī na dēvāya, tō ē vināśa nōtarī jāya
nānī nirāśā śakti haṇī jāya, nānī śaṁkā barabāda karī jāya
nānī īrṣyā vēra sarajī jāya, nānī avagaṇanā haiyuṁ bālī jāya
samayasara jō ē dābī na dēvāya, tō ē vināśa nōtarī jāya
nānī amathī bōlācālīmāṁ jhaghaḍō thāya, nānā rōgathī tākāta ghaṭī jāya
nānuṁ ṭīpuṁ jhēranuṁ, mōtanuṁ kāraṇa banī jāya, nānō ghā viśāla banī jāya
samayasara jō ē dābī na dēvāya, tō ē vināśa nōtarī jāya
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is sharing the truth of life and upgrading our knowledge with the facts of life. As we have to be attentive towards smaller things in life. As taken care of small mistakes then the bigger losses are avoided.
Kakaji says
A small spark burns the dry grass & even a small spark can provoke anger.
If it is not suppressed in time then destruction shall follow.
Even the minor pain can become life-threatening. Even a small amulet can also turn into a habit.
If it is not suppressed in time it will lead to destruction.
A small despair extracts the power away and a small doubt ruins.
A small jealousy creates revenge and a small ignominy burns out the heart.
If it is not suppressed in time it will lead to destruction.
Small quarrel leads to a severe fight and from a small disease leads to a loss of strength.
A small drop of poison becomes a cause of death and a small wound becomes huge.
If it is not suppressed in time it will lead to destruction.
|