Hymn No. 1375 | Date: 11-Jul-1988
|
|
Text Size |
 |
 |
રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય
Roz Savar Uge, Sanjh Pade, Raat Pad Vitati Jaay
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય દિવસ તો આમ ખાલી જાય, તારા દર્શનની પ્યાસ વધતી જાય સંકલ્પ થાયે, સંકલ્પ તૂટે, માયા તો મનને તાણતું જાય - દિવસ... ઊગે સવાર નિત્ય, સાંજ ઢળતાં, આશા તો ઢળતી જાય - દિવસ... કદી કિનારો લાગે પાસે, કદી નાવ કિનારેથી ઘસડાઈ જાય - દિવસ... કદી સંસારમાં મનડું ન લાગે, કદી સંસારે એ ડૂબી જાય - દિવસ... મળી નથી, તોયે પ્રેમ જાગે, મળતા થાશે શું, ના સમજાય - દિવસ... ઉપર નીચે, અંદર બહાર દેખાયે તું, તોયે દર્શન તો નવ થાય - દિવસ... કીધું રટણ ખૂબ માયાનું, મન હવે તો તને રટતું જાય - દિવસ... સુંદર ચીજ સુંદર ન લાગે, મળતા તાર તો સુંદર દેખાય - દિવસ... આશા સાચી, આશા ખોટી, દર્શનની આશા તો વધતી જાય - દિવસ... કરું વિનંતી, માડી મારી, ક્યારે બુઝાવે તું મારી પ્યાસ - દિવસ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|