|
View Original |
|
શક્તિ સદાય જગમાં તો પ્રેમથી વળી
કરી અવગણના ત્યારે તો રણચંડી બની
લઈ માયાનો આધાર એ માયાવી બની
કરે કરુણા ત્યારે તો એ કરુણામયી બની
અસુરોએ સદાય એને તો આસુરી ગણી
દેવોએ સદાય એને તો દેવી ગણી
માનવોએ સદા એને તો તારણહારી ગણી
હણવા શત્રુઓને સદા પ્રલયકારી ગણી
તૂટતા સંયમ એ તો વિધ્વંસકારી બની
સંયમે નિયમે સદા એ તો રીઝી
નર ને નારીમાં સદા એ નારી સ્વરૂપે રહી
દેવોની સદા એ તો આધાર બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)