નમન અમારા હજો, સદા તને તો માડી
વંદન અમારા હજો, સદા તને તો માડી
દેજે સદા સદબુદ્ધિ અમને તો માડી
ભરજે અમારું હૈયું, શુદ્ધ ભાવથી તો માડી
દેજે અમને શક્તિ તારી, સત્કર્મોમાં તો માડી
પાછા અમને વાળજે પાપોમાંથી તો માડી
હળી-મળી સહુથી રહીએ, રાખ એવા તો માડી
ન કરીએ અપમાન કોઈનાં, દઈએ માન સહુને માડી
અંધકાર ઘેર્યા હૈયે, દેજે પ્રકાશ તારો તો માડી
સમસ્ત સૃષ્ટિમાં નિહાળીએ તને, દેજે દૃષ્ટિ એવી તો માડી
લાલસાએ ના તણાઈએ, ન મોહે ઘેરાઈએ માડી
સદા વધતા આગળ, પહોંચીએ તારી પાસે તો માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)